Nirbhaya Case: નિર્ભયાના દોષિત મુકેશનો ફાંસીથી બચવાનો `આખરી દાવ` એળે ગયો, સુપ્રીમે અરજી ફગાવી
મુકેશે પોતાની દયા અરજી ફગાવ્યાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મંગળવારે મુકેશની વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સામે કોઈ દસ્તાવેજો રજુ કરાયા નહતાં. આથી દયા અરજી ફગાવ્યાં સામે સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ.
નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gangrape Case) ના દોષિત મુકેશ સિંહ (Mukesh Singh) ની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે પ્રાસંગિક દસ્તાવેજો રાષ્ટ્રપતિ (President) સામે રજુ કરાયા નહતાં તેના કોઈ પુરાવા નથી. રાષ્ટ્રપતિના નિર્ણય પર સવાલ ઉઠાવીને મુકેશે પોતાની દયા અરજી ફગાવ્યાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મંગળવારે મુકેશની વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ સામે કોઈ દસ્તાવેજો રજુ કરાયા નહતાં. આથી દયા અરજી ફગાવ્યાં સામે સુપ્રીમ કોર્ટે વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. હવે સુપ્રીમના આ ચુકાદા બાદ મુકેશ માટે કાયદાકીય તમામ વિકલ્પો બંધ થઈ ગયા છે.
ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સંતોષ ખાતર રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરી. ગૃહ મંત્રાલયે તમામ દસ્તાવેજો મોકલ્યા હતાં. મુકેશની અરજીમાં કોઈ મેરિટ નથી. જેલમાં સતામણી કે દયા માટે કોઈ આધાર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા અરજીના જલદી નિકાલનો અર્થ એ નથી કે વિવેકનો ઉપયોગ નથી થયો.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે મુકેશની દયા અરજીની સાથે તમામ રેકોર્ડ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રપતિએ કયા કયા રેકોર્ડ જોવા છે તે તેમનો વિશેષાધિકાર છે અને તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરશે તેમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. આ બાજુ નિર્ભયા કેસના વધુ એક દોષિત અક્ષયે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરેલી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...